મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં હાથમાં તેના મોંમા !: પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન અને રાજ્યના મંત્રીએ સૂચવેલા કામોથી ગણગણાટ


SHARE

















મોરબી જિલ્લા પંચાયતમાં હાથમાં તેના મોંમા !: પ્રમુખ, ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન અને રાજ્યના મંત્રીએ સૂચવેલા કામોથી ગણગણાટ

મોરબી જિલ્લા પંચાયતના દરેક સદસ્યને પોતાના મત વિસ્તારની અંદર લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય તે માટે થઈને જિલ્લા પંચાયતની સ્વભંડોળની રકમમાથી ચોક્કસ રકમ ફાળવવામા આવે છે જો કે, હાલમાં મોરબી જિલ્લા પંચાયતમાં સ્વભંડોળની રકમ હાથમાં તેના મોંમા તે પ્રકારનો ઘાટ સર્જાયો હોવાથી જિલ્લા પંચાયતના સભ્યો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે અને આગામી તા ૩૦ ના રોજ મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક છે તેમાં આ મુદ્દાને લઈને કંઈક નવાજૂની થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબી જિલ્લા પંચાયતમાં હાલ ભાજપ સત્તા ઉપર છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ૨૪ સભ્યો પોતપોતાના મત વિસ્તારની અંદર લોકોની સુખાકારીમાં વધારો કરી શકે તે માટે થઈને દર વખતની જેમ આ વખતે પણ સ્વભંડોળની રકમમાથી જુદા જુદા કામ ચૂંટાયેલા સભ્યો પાસેથી મંગાવવામાં આવ્યા હતા અને ૪૫-૪૫ લાખ રૂપિયાની મર્યાદામાં દરેક ચૂંટાયેલા સભ્યોને તેના મત વિસ્તારની અંદર કામ કરી શકાય તે રીતે રકમ ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મુદ્દે છેલ્લી સામાન્ય સભાની અંદર ઠરાવ પણ કરવામાં આવ્યો હતો જોકે હાલમાં જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતની અંદર હાથમાં તેના મોંમા તેવો ઘાટ થયો છે જેથી જિલ્લા પંચાયતના ભાજપના જ સભ્યોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જીલ્લા પંચાયતમાં રેતી કપચી, સ્વભંડોળની આવક અને ૧૫ મા નાણાપંચમાંથી દરેક સભ્ય પોતાના મત વિસ્તારની અંદર ૪૫-૪૫ લાખની મર્યાદામાં વિકાસ કામો કરી શકે તે પ્રકારના કામ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે દરેક સભ્યો પાસેથી કામગીરીનું લીસ્ટ મંગાવવામાં આવ્યું હતું જોકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ દ્વારા પોતાના મત વિસ્તારની અંદર ૪૫ લાખથી વધુના કામ સૂચવવામાં આવ્યા છે જેથી કરીને ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિતનાઓની સાથે અન્યાય થાય તેવો ઘાટ સર્જાયો હોવાથી જિલ્લા પંચાયતના ભાજપના સભ્યો દ્વારા આ મુદ્દાને લઈને ગણગણાટ શરૂ કરવામાં આવ્યો છે અને આગામી તા.૩૦ ના રોજ મોરબી જીલ્લા પંચાયતની અંદર સામાન્ય સભાની બેઠક છે તેમાં મુદે ગરમા ગરમી થાય તો નવાઇ નહીં

જિલ્લા પંચાયતના વર્તુળો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દરેક સભ્યને તેના મત વિસ્તારની અંદર વિકાસ કામ કરવા માટે સ્વભંડોળની રકમમાંથી એક સરખા ભાગે રકમ આપવાની હોય છે જો કે, હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા પોતાના મત વિસ્તારની અંદર વધુ કામ સૂચવવામાં આવ્યા છે જેથી કરીને અન્ય જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો છે તેઓના મત વિસ્તારની અંદર લોકોની સુખાકારી કામ કરવા માટે ઓછી રકમ મળે તેવી શક્યતા છે જેથી તેને લઈને વાદવિવાદો ઊભા થાય તેવું ચિત્ર હાલમાં જિલ્લા પંચાયતમાં દેખાઈ છે

હાલમાં દરેક સભ્યો દ્વારા જે કામગીરી સૂચવવામાં આવી છે તેને રદ કરવામાં આવે અને ત્યારબાદ ફરીથી સામાન્ય સભાની અંદર સ્વભંડોળની રકમ માટે નિર્ણય કર્યા બાદ નવી કામગીરી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી ઘણા બધા ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જિલ્લા પંચાયતની સ્વભંડોળની રકમમાથી મંત્રી દ્વારા કામ સૂચવી શકાય નહીં તેમ છતાં પણ મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વર્તમાન રાજ્ય સરકારના પંચાયત વિભાગના મંત્રી દ્વારા પણ જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ૩૦ થી ૪૦ લાખના કામોને સૂચવવામાં આવેલ છે જેથી તેને લઈને પણ ગણગણાટ મોરબી જિલ્લા પંચાયતના સભ્યો વચ્ચે શરૂ થઈ ગયો છે




Latest News