મોરબી જીલ્લાના આરોગ્ય દિવસ નિમિતે સાંસદ રમેશભાઈ ધડૂકે ૫૧૫ લાખના લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યા
જો પ્રાથમિક શિક્ષકોની માંગણીઓ નહીં સંતોષાય તો જેલ ભરો આંદોલન: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
SHARE









જો પ્રાથમિક શિક્ષકોની માંગણીઓ નહીં સંતોષાય તો જેલ ભરો આંદોલન: મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે તેમજ શિક્ષણની સ્થિતિમા સુધારો લાવવા, શિક્ષણમા સારા પરિણામો મેળવવા બાબતે અવાર નવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ તેઓના જૂના પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી જેથી કરીને મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો અને શિક્ષકો દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા અને ત્યારે આગેવનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો પ્રાથમિક શિક્ષકોની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં શિક્ષકો દ્વારા જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાનીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવા માટે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હેઠળ આવતા તાલુકા સંઘના હોદેદારો સહિતના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ધરણા કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં વર્ષ-૨૦૦૬ થી જુની પેન્શન યોજના વિના વિલંબે ચાલુ કરવી, જુદા જુદા નામથી રાજ્યોમા ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકોને નિયમિત કરવા, રાષ્ટ્રીય શિક્ષણનીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઇઓ દુર કરવી, તા.૨૭-૦૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોને નિવ્રુતિ સામે કાયમીના આદેશ થવા, ૧૦ વર્ષના બોન્ડમા ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવી, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા, બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવા, કોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા ૩૧/૧૨/૨૦૨૦ પછી મુદતમા વધારો કરવા અને અન્ય માંગણીઓનુ પણ નિરાકરણ લાવવા માટેની માંગણી કરવામાં આવેલ છે પરંતુ તેનો નિકાલ કરવામાં આવેલ નથી જેથી સોમવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની આગેવાનીમાં મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને ધરણાં યોજવામાં આવ્યા હતા અને ત્યારે આગમી દિવસોમાં આ મુદે દેશના વડાપ્રધાનને ટપાલ લખવાની વાત કરી હતી તેમજ આગેવનોએ આગમી દિવસોમાં જો આ પ્રશ્નો નહીઓ ઉકેલવામાં આવે તો જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને ધરણાં બાદ આગેવાનોએ ડીડીઓને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું
