વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામનો બનાવ: કામ બાબતે ઠપકો આપતા પિતાની દીકરાએ કરી નાખી હત્યા


SHARE





માળીયા (મી)ના મોટાભેલા ગામનો બનાવ: કામ બાબતે ઠપકો આપતા પિતાની દીકરાએ કરી નાખી હત્યા

માળીયા મીયાણાના મોટાભેલા ગામે રહેતા વૃદ્ધે તેના દીકરાને કામ ધંધા બાબતે ઠપકો આપ્યો હતો જે તેને સારું નહીં લાગતા યુવાને તેના પિતા ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો અને બંને પગના કાંડા પાસે કુહાડીના જીવલેણ ઘા મારીને યુવાને તેના પિતાની હત્યા કરી હતી જે બનાવમાં મૃતક વૃદ્ધના બીજા દીકરાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરનારા દીકરા સામે ગુનો નોંધી આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણી (28) હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જ ભાઈ પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓના પિતા જીવણભાઈ સોમાણી (85)એ આરોપી પ્રવીણ સોમાણીને કામ ધંધા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતને લઈને પ્રવિણે ફરિયાદીના પિતા સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ કુહાડી વડે હુમલો કરીને ફરિયાદીના પિતા જીવણભાઈને પગના બંને કાંડા ઉપર કુહાડીના જીવલેણ ઘા મારીને ઇજા કરી હતી જેથી તેઓનું મોત નીપજયું હતું અને હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરનારા દીકરા સામે ગુનો નોંધીને આરોપી પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.




Latest News