મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE









મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પાનની દુકાન પાસે યુવાન અને તેનો મિત્ર બંને બેઠા હતા દરમિયાન બાઈક લઈને આવેલા બે શખ્સોએ અહીંયા કેમ બેઠા છે તેમ કહીને બોલાચલી કરી હતી અને યુવાનને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો દેવાની ના કહેતા બે પૈકીના એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને યુવાન અને તેના મિત્રને છરીના ઘા માર્યા હતા જેથી ઈજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં પંચની માતાવાળી શેરીમાં રહેતા પીન્ટુભાઇ ભરતભાઈ ઘાટોડીયા (28)એ વસીમ યુનુસભાઇ સેડાત અને જાવેદ ઈકબાલભાઈ મોવર રહે. બંને વીસીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ ડીલક્ષ પાન નામની દુકાન પાસે ફરિયાદી તથા સાહેદ મંગળવારે સવારે પાંચેક વાગ્યાના સમયે બેઠા હતા ત્યારે આરોપી ત્યાં બાઈક લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદને દુકાન પાસે બેસવાનું કારણ પૂછ્યું હતું જ્યારે તેઓએ કહ્યું હતું કે “કામકાજ માટે બેઠા છીએ અને વાત કરીએ છીએ” જે વાત આરોપીઓને સાચી નહીં લાગતાં તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ગાળો આપવાની ફરિયાદીએ ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા જાવેદે પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદીને વાસાના ભાગે તથા સાહેદને ખભાના ભાગે છરીનો ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News