મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત


SHARE





વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી અજાણીયા 25 થી 30 વર્ષના યુવાનનો મળી આવ્યો છે અને મૃતક યુવાનના શરીર ઉપર ઇજાના નિશાન જોવા મળતા હોય વાંકાનેર તાલુકા પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરેલ છે જ્યારે માળિયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીપરીયાળી નામની ખરાબાની જગ્યામાં કોઈ અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે યુવાનના શરીર ઉપર ઇજાના નિશાનો પણ જોવા મળતા હતા જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની વિજયભાઈ ઉકેડીયા (33) રહે. સમથેરવા વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે હાલમાં તજવીજ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

માળીયા મીયાણાના નવાગામની સીમમાં આવેલ વલ્લભભાઈ બાવરવાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગોરધનભાઈ વિસીયાભાઈ રાઠવા (45) નામના યુવાને કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતુ.ત્યારબાદ તેના મૃતદેહને માળીયા (મી) ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે




Latest News