મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું


SHARE





મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
 
મોરબીના સામાકાંઠે પાવન પાર્ક મેઈન રોડ નિલકંઠ સોસાયટી મોરબી-૨ ખાતે ગંગા સ્વરૂપ સહાય સમિતિ ના સહયોગથી સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની તથા ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓ અને મહિલાઓ માટે તેઓ આત્મનિર્ભર બને તે હેતુથી બે માસનો બ્યુટી પાર્લરનો કોર્ષ ભગવતી પાર્ક સોસાયટી વાવડી રોડ ચાલતા સિવણ કેન્દ્રના સંચાલીકા હેતલબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ પરવડે તેવી સામાન્ય ફી લઈને સુરભી બ્યુટી પાર્લરના સંચાલિકા લક્ષ્મીબેન દ્વારા આ ગંગા સ્વરૂપ સહાય સમિતિ બ્યુટી પાર્લરનું સંચાલન કરવામાં આવશે.
 
આ બ્યુટી પાર્લરનુ દીપ પ્રાગટય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, શારદાબેન આદ્રોજા, ટી.સી. ફુલતરિયા, વિનુભાઈ ભટ્ટ અને બંને કેન્દ્ર સંચાલિકાના હસ્તે કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં  સિવણ કેન્દ્રના સંચાલિકા જાગૃતિબેન પરમાર તથા આરતીબેન અને ભાવનાબેને સુચારૂ હાજરી આપી હતી.ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા બ્યુટી પાર્લરમા અત્યાર સુધીમાં ૧૫૦ બહેનોને આત્મનિર્ભર બનાવવા આવ્યા છે.જેમાં આ બ્યુટી પાર્લર કેન્દ્રમાં પણ વઘુમાં વઘુ બહેનો સ્વનિર્ભર બને સંચાલિકા લક્ષ્મીબેનની બંને દીકરીઓ સ્વનિર્ભર બને અને  બીજા બહેનોને આત્મનિર્ભર બનાવે તેવી ભાવના સાથે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.તેવું ગંગા સ્વરૂપ સહાય સમિતિના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.



Latest News