મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ


SHARE





મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ કારખાનામાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરીને તેણીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને આ ગુનામાં પોલીસે સજ્જન ઉર્ફે સાજન લાલબાબુ સહાની નિશાદ (24) રહે.હાલ જેતપર રોડ પાવડીયારી પાસે સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં મોરબી મૂળ રહે.જતાડીહ કોતસાહ બારૂખરી તા.મુજફરનગર બિહાર ની પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ નોંધાયેલ ગુનામાં ધરપકડ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.તેમ પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધને માર માર્યો

મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ રાણીપરા (70) નામના વૃદ્ધ ઉમા ટાઉનશીપ પાસે બેઠા હતા.ત્યારે હિંમતભાઈ ભાણજીભાઈ સોલંકી અને નટુભાઈ નારણભાઈ કડીવારે માર માર્યો હતો.જેથી તેઓને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેમને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના એ.એમ.ઝાપડીયા દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન વિજયભાઈ સીપરા (27) અને વિજયભાઈ મુકેશભાઈ સીપરા (27) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી.જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં તેમને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

ફીનાઇલ પી લીધી

મોરબીના વિસીપરા વિસ્તારની અંદર રહેતા અશોકભાઈ લાભુભાઈ મકવાણા (35) નામના યુવાને કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મૂળ યુપીના રહેવાસી સુરેન્દ્રસિંહ નિર્મળસિંહ યાદવ (24) નામના યુવાનને અહિંના ધરમપુર ગામના જુના આરટીઓ પૂલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી.જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News