મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિય સહિતના આગેવાનો જોડાયા


SHARE









મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિય સહિતના આગેવાનો જોડાયા

મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે રવિવારે મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર જોડાયા હતા.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિતે દર વર્ષે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના વાઘપરા શેરી નં. 4 માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે 4:00 વાગ્યે ગાયત્રી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક, નવલખી રોડ થઈને આ શોભાયાત્રાને નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી

મોરબીના માર્ગો ઉપરથી પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી ત્યારે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવી હતી જેમાં પરશુરામ યુવા ગ્રૂપના નવા પ્રમુખ તરીકે કૌશલભાઈ હિતેશભાઇ મહેતાને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી તેમજ મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઇ રાવલ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News