મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વહેલી સવારે કામ ઉપર જતા વૃદ્ધનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE









મોરબીમાં વહેલી સવારે કામ ઉપર જતા વૃદ્ધનું માર્ગ અકસ્માતમાં મોત

મોરબીના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે વહેલી સવારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં વહેલી સવારે નોકરી ઉપર જઈ રહેલા વૃદ્ધના બાઇકને કોઈ વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને ગંભીર હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ લઈ જવાયા હતા જ્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી ખાતે ગત તા.૧૬-૪ ના વહેલી સવારના અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં સિક્યુરિટીના કપડા પહેરેલા હોય અને વહેલી સવારે ઘરેથી કામ ઉપર જવા માટે બાઈક લઈને નીકળેલા અમૃતભાઈ ભીમજીભાઈ અરદેસીયા પટેલ (ઉમર ૭૦) રહે. મહાવીરનગર સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધુ હતુ.આ વાહન અકસ્માત બનાવમાં અમૃતભાઈ ભીમજીભાઇ અરદેસીયા નામના વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી કોઈ અજાણ્યો રીક્ષા ડ્રાઇવર તેઓને હોસ્પિટલના ગેઇટ પાસે છોડીને ચાલ્યો ગયો હતો.અને બેભાન હાલતમાં રહેલા અમૃતભાઈની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે મૃતક અમૃતભાઈ સિક્યુરિટીમાં નોકરી કરતા હોય વહેલી સવારે બાઇક લઈને કામ ઉપર જતા હતા ત્યારે આકસ્માત બનાવ બન્યો હતો.હાલ અકસ્માત બાદ ભાગી છૂટેલા વાહન ચાલકની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

સગીરા રાજકોટ ખસેડાઈ

માળીયા મિંયાણા પાસે આવેલ તથાસ્તુ કંપની ખાતે થોડા દિવસો પહેલા સાંજના સમયે કામ દરમિયાન દુપટ્ટો મશીનમાં ફસાઈ જવાથી ગંભીરપણે ઘવાયેલી હાલતમાં કોમલબેન અવનીશભાઈ સક્સેના નામની ૧૫ વર્ષની સગીરાને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાય હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.જો કે અત્રે સવાલ તે ઊભો થાય છે કે કારખાનાની અંદર ઓછી ઉંમરની યુવતી કેવી રીતે કામ કરતી હતી ? તે પણ પોલીસ તપાસનો વિષય છે.

 

બાઈક-ટ્રક અકસ્માત

કચ્છના ભચાઉ તાલુકાના ચાંદરોળી ગામના પબુડાડા ના મંદિર સામે રહેતા પરિવારનો સતિષ અરજણભાઈ ભરવાડ નામનો ૧૪ વર્ષનો બાળક પોતાના ગામ ચાંદરોળીથી કટારીયા તરફ જતો હતો.ત્યારે રસ્તામાં તેના બાઈકનો ટ્રક સાથે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં સતીષ ભરવાડ નામના સગીરને ઇજાઓ થઈ હોય તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા પરિવારનો જય રાજેશભાઈ સિણોજીયા નામનો ૨૦ વર્ષનો યુવાન કોઇ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની દવા પી ગયો હતો.જેથી તેને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News