મોરબીનો વિસ્મય ત્રિવેદી વક્તૃત્વ સ્પર્ધામાં હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે
SHARE
મોરબીનો વિસ્મય ત્રિવેદી વક્તૃત્વ સ્પર્ધામાં હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે
મોરબીના રવાપર કેનાલ રોડે આવેલ નિર્મલ વિધાલયમાં ધો. ૧૦ માં અભ્યાસ કરતાં વિધાર્થી વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ તાજેતરમાં રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા વડોદરા ખાતે આયોજિત શીધ્ર વક્તૃત્વ સ્પર્ધામાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને હવે આગામી ૮ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી સુધી પોંડિચરી ખાતે રાષ્ટ્રીય યુવા ઉત્સવ યોજાનાર છે જેમાં તે હવે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને વિસ્મયે શીધ્ર વક્તૃત્વ સ્પર્ધા કે, જેમાં સીધી જ ચિઠ્ઠી ઉપાડી હિન્દી કે અંગ્રેજીમાં વક્તવ્ય રજૂ કરવાનું હોય તેમાં સૌથી નાનીવયના સ્પર્ધક તરીકે આ સિધ્ધિ મેળવી હતી. અત્રે ઉલેખનીય છે કે, વિસ્મયે પોતાના પિતા રવીન્દ્રભાઈ ત્રિવેદી પાસે વકતૃત્વની તાલિમ મેળવી છે અને છેલ્લા પાંચ વર્ષમાં વિસ્મય પ્રદેશ અને રાજ્ય કક્ષાની ૧૦ થી વધુ સ્પર્ધામાં વિજેતા બની મોરબીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાજ્ય સ્તરે ગુંજતું કર્યું છે. આ માટે વિસ્મયને જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, નિરતીબેન અંતાણી, નિર્મલ વિધાલયના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ તથા મોરબીના વિવિધ અગ્રણીઓ દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.