મોરબીનો વિસ્મય ત્રિવેદી વક્તૃત્વ સ્પર્ધામાં હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે
મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો
SHARE
મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી, મોરબી શહેરની ટીમ, મોરબી જિલ્લા યુવા ટીમ તેમજ મોરબી શહેર યુવા ટીમ દ્વારા સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરવામા આવી હતી તેમજ પેપર લીક કૌભાંડ મામલે સરકાર આશિત વોરાનું રાજીનામું લેવામા આવે તે માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આ યજ્ઞનું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું આવી જ રીતે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા આર્યવૈદિક સરસ્વતી યજ્ઞનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ટંકારા તાલુકાના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી અને પેપર લીક કૌભાંડ મામલે આશિત વોરાને પદ ઉપરથી દૂર કરવા માટે સરકારને ઈશ્વર સદબુદ્ધિ આપે તે માટે આર્યસમાજના વિદ્વવાન બ્રાહ્મણો દ્વારા આર્યવૈદિક માતા સરસ્વતીના યજ્ઞનું ટંકારામાં આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે ત્યાં આવીને યજ્ઞ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી