મોરબી-ટંકારામાં આમ આદમી પાર્ટીએ સરકારને સદબુદ્ધિ માટે યજ્ઞ કર્યો
મોરબીમાં એકટીવા ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યો, બેની ધરપકડ
SHARE
મોરબીમાં એકટીવા ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યો, બેની ધરપકડ
મોરબી ગેડા સર્કલ ચોકમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે ફૂલ સ્પીડમાં એકટીવા લઇને નીકળેલા શખ્સને યુવાને વાહન ધીમુ ચલાવવા માટે કહ્યું હતું તે બાબતનો ખાર રાખીને એક્ટિવા ચાલકે તેના ભાઇ, માતા અને બહેનને બોલાવીને યુવાનની સાથે બોલાચાલી કરી હતી, ગાળો આપી હતી અને બાદમાં માથાના ભાગે સિમેન્ટના પેવાર બ્લોકનો ઘા કરીને ઇજા કરી હતી જેથી યુવાનને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા હાલમાં આ બનાવમાં યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાતા પોલીસે બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો અને તેમાથી બે આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ સુખુભા જાડેજા (ઉ.૩૬)એ ભરત ઉર્ફે ભુરો દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા, ભાવેશ દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા, ભાવેશના મમ્મી તથા ભાવેશના બહેન રહે. બધા જ રામકુષ્ણનગર મોરબી-ર વાળની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ગેડા સર્કલ (મહારાણા પ્રતાપ સર્કલ) ચોકના બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યાથી આરોપી ભાવેશ દિનેશભાઇ કંજારીયા એકટીવા લઇને નીકળતા તેને વાહન ધીમુ ચલાવવા માટે કહ્યું હતું તે બાબતનો ખાર રાખીને આ કામના આરોપી ભાવેશ દિનેશભાઇ કંજારીયાએ તેના ભાઈ ભરત ઉર્ફે ભુરો, માતા તેમજ બહેનને બોલાવ્યા હતા અને ત્યાર બાદ ભારત અને ભાવેશે બેફામ ગાળો બોલી હતી અને ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ભરતએ તેને સિમેન્ટના પેવર બ્લોકનો ઘા કરતા ફરિયાદી યુવાનને તે માથામા વાગી જતા પાંચ ટાકા આવ્યા હતા જેથી કરીને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૩૩૭, ૧૧૪ તથા જી.પી. કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ભરત ઉર્ફે ભુરો દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા અને ભાવેશ દિનેશભાઇ કંજારીયા જાતે સતવારા રહે, બંને રામકુષ્ણનગર વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે