હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ


SHARE









મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી ગ્રામ્ય સેવા વિભાગ દ્વારા ૧૯ એપ્રિલને રવિવારનાં રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી ભારત રત્ન ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શીતળા માઁ વિસ્તાર, આંગણવાડી, મહેન્દ્રનગર સેવા વસ્તીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શીતળા માઁ વિસ્તારનાં સ્થાનિક લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને નિઃશુલ્ક જરૂરી દવા વિતરણનો લાભ લીધો હતો તથાં આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર વિસ્તારનાં સ્થાનિક કાર્યકર્તાઓ, આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, સત્યમ હોસ્પિટલ અને લેપ્રોકેર હોસ્પિટલનાં ડોક્ટર સાહેબો તથાં તેમની મેડિકલ ટીમ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યનાં જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા સફળતાપૂર્ણ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યુ હતુ.

 
તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ સેવા વિભાગ દ્વારા તા.૧૯ એપ્રિલને રવિવાર ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૫મી જન્મજયંતિ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી બાપુ, ગુજરાત ક્ષેત્ર બજરંગદળ સંયોજક ભાવેશભાઈ ઠક્કર, મોરબી આયુષ હોસ્પિટલના ડૉ.આકાશભાઈ કુંડારીયા, ડૉ.સેતુભાઈ જસાણી તેમજ ડૉ.અંકિતભાઈ માલમપરા પણ આ મેડિકલ કેમ્પની અંદર ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાંં બ્લડપ્રેસર માપવા, સુગર ચેક કરવાનું તથા દવાઓ બિલકુલ નિ:શુલ્ક આપવામાં આવી હતી અને આ કેમ્પનો હળવદ શહેરની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તથાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદની ટીમ સતત કાર્યરત હતી.



Latest News