મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં


SHARE









મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

મોરબીના મયુરપુલ ઉપરથી સોમવારે સાંજના સમયે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જઈ રહેલ ઈકો ગાડીના ચાલકે બ્રેક કરતાંની સાથે જ પાછળ આવી રહેલી બે કારે એક પછી એક પાછળ અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી કરીને પુલ ઉપર ટ્રાફિક જામ થઈ હતો જો કે, અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી પુલ ઉપર ટ્રાફિકજામ થઈ હોવાથી ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને ક્રેનની મદદથી અકસ્માત થયેલ ગાડીઓને રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી કરીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો એટલે કે મયુર પુલ ઉપરથી સોમવારે સાંજના સમયે જ્યારે ટ્રાફિક પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના ભાગે જઈ રહેલી ઈકો ગાડીના ચાલકે પોતાના વાહનને બ્રેક કરી હતી જેથી પાછળના ભાગે આવી રહેલી અન્ય બે ગાડી ઇકો પાછળ એક પછી એક અથડાઈ હતી જેથી કરીને ત્રણ વાહનમાં નુકશાન થયું હતું. અને મયુર પુલ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો આ બનાવની ટ્રાફિક પોલીસને જાણ થતા જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ દિલીપભાઈ ઠક્કર સહિતનો સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તાત્કાલિક ક્રેન બોલાવીને અકસ્માત થયેલ ગાડીઓને રસ્તા ઉપરથી હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને રસ્તા ઉપર પુનઃ ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો સદ્નનસીબે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.




Latest News