મોરબીમાં એકટીવા ધીમું ચલાવવાનું કહેતા યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યો, બેની ધરપકડ
મોરબીના લુટાવદર પાસે રોજડૂ આડુ આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીના લુટાવદર પાસે રોજડૂ આડુ આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુંટાવદર ગામના પટીયાથી આગળ જી.ઇ.બી. ની ઓફીસ પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઇકને આડે રોજડૂ આવતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો જો કે, સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નીપજયું હતું જેથી પોલીસે મૃતકના મોટા ભાઈની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાજયાળી ગામે રહેતા અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયા (ઉ.વ .૪૨) નામનો યુવાન પોતાનું બાઇક જીજે એફએન ૦૨૬૫ લઈને લુટાવદર ગામના પટીયાથી આગળ જી.ઇ.બી. ની ઓફીસ પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે રસ્તામાં વચ્ચે રોજડૂ આવતા તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત સર્જાયો હતો જેથી અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયાને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવારમાં તેઓનું મૃત્યુ નીપજયું હતું જે બનાવમાં હાલમાં પોલીસે હજનાળી ગામે રહેતા મૃતકના મોટાભાઇ પ્રવીણભાઇ ભવાનભાઇ લોરીયા જાતે પટેલ (ઉ.૪૬)ની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેથી બાઇક લઈને પસાર થઈ રહેલા યુવાનનું રંગપર ગામના ઝાંપા પાસે બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી કરીને રવિ ઘોઘાભાઈ નૈયા (ઉંમર ૨૭) નામના યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી તો હળવદના રહેવાસી ઈમરાનભાઈ જાવેદભાઈ કલાડિયા (ઉંમર ૨૯) ભુજ હાઇવે ઉપર રામદેવપીર મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને પ્રાથમિક સારવાર લીધા બાદ હાલમાં તેઓને મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવી છે