મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો


SHARE







મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

મોરબીના મહેન્દ્રનગર ગામથી કંડલા હાઇવે તરફ જવાના રસ્તા ઉપર ચાલતા કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સગીર બાળ કીશોરને કામે રાખવામા આવેલ હતો અને તેની પાસે પથ્થરો હટાવવા, સફાઈ કામ અને અન્ય મજૂરી કરાવવામાં આવતી હતી જેથી હાલમાં કોન્ટ્રાક્ટર સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના મહેન્દ્રનગર ગામથી કંડલા હાઇવે તરફ જવાના રસ્તા ઉપર હાલમાં કામ ચાલી રહ્યું છે અને ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા સગીર બાળ કિશોરને હાઇવેના કામમાં રાખેલ હતો અને તેની પાસેથી મજૂરી કરવામાં આવતી હતી. આ સગીર પાસેથી નાના મોટા પથ્થરો હટાવવાની કામગીરી, સાવરણાથી સાફ-સફાઈની કામગીરી તથા સળિયાનું સેન્ટીંગ કામ વિગેરે મજૂરી કરવવામાં આવતી હોય સગીર બાળકનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવતું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટર ભગવાનસિંહ નારણસિંહ ચૌહાણ (35) રહે. મોરબી હળવદ રોડ માર્કો વિલેજ શેરી નં.1 ક હરિઓમ પાર્ક પાસે મોરબી મૂળ રહે મહેસાણા વાળા સામે તરુણ કાયદો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News