વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન


SHARE













મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન

મોરબીના વોર્ડ નં.1 ની ચૂંટણી ઉપર સમગ્ર શહેરની નજર છે ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની આ વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે બીજી સભ્ય યોજાઈ હતી જેમાં તેઓએ વોર્ડ નં.1 ના તમામ મતદારોને કોઈપણ પ્રકારના ભવગર નિર્ભય બનીને મતદાન કરવા માટે અપીલ કરી હતી અને કમળના ચારે ચાર બટન દબાવીને ચારેય ઉમેદવારોને બહુમતી સાથે વિજય બનાવવા આહવાન કર્યું છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભાજપના ચૂંટણી પ્રચાર મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર જયદીપભાઇ પ્રશાંતભાઈ મહેતા, મીનાબેન માવજીભાઈ કંઝારીયા, જયંતીભાઈ દામજીભાઈ પડસુંબીયા અને રમાબેન પરેશભાઈ રૂપાલાને મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરીને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢવા માટે આગેવાનો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી હતી

રાજ્યના માજી મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના માજી ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ કહ્યું હતું કે ઘણા લોકો આ ચૂંટણીમાં મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું કહે છે પરંતુ ખરેખર જે કંઈ વિકાસ કામ થયા છે તે માત્રને માત્ર ભાજપએ કર્યા છે. જેથી ભાજપના કમળના નિશાનને જોઈને મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કરવું જોઈએ. તેવી ટકોર કરી હતી.

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ સભાને સંબોધતા મતદારોને કહ્યું હતું કે ટોપથી બોટમ સુધી જ્યારે ભાજપની સરકાર છે ત્યારે મોરબીની કડી પણ તેની સાથે જોડવી એ મતદારોના હાથમાં છે અને મતદારોએ મોરબીના સારા ભવિષ્યને નજર સમક્ષ રાખીને વિકાસ કામો માટે ભાજપ તરફથી મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી

રાજ્યના મંત્રી અને મોરબીના લોકપ્રિય અને લડાયક નેતા કાંતિભાઈ અમૃતિયાએ સભાને સંબોધતા કહ્યું હતું કે યુવાન અને અનુભવીઓની સાથે તાલમેલ કરીને ભાજપ દ્વારા ટિકિટો આપવામાં આવી છે. કોઈને એકાદ વખત ટિકિટ ન મળે એટ્લે રિહાય જવું અને મારી નાખુ કાપી નાખવું ની વાતો કરે એવું ન હાલે. મોરબી વોર્ડ નં.1 ના તમામ મતદારો આગામી 26મી તારીખે મતદાન કરવા માટે જાય ત્યારે કોઈપણ પ્રકારના ભય વગર નિર્ભય બનીને મતદાન કરે તેવી રાજ્યમંત્રીઅપીલ કરી છે.

વધુમાં તેમણે મોરબી વોર્ડ નં. 1 ના સભામાં હાજર રહેલા તમામ મતદારોને પાસેથી પ્રોમિસ લીધું હતું કે “આ ચૂંટણીમાં તેઓ ભાજપના નિશાન કમળના બટનને દબાવીને ચારે ચાર ઉમેદવારોને વિજય બનાવશે આટલું જ નહીં મોરબી શહેરની 52 ને 52 બેઠક તથા જિલ્લા અને રાજ્યમાં જે પણ મતદારો મતદાન કરવા માટે જાય તે માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ભાજપના ઉમેદવારને વિજય બનાવે તેવું આહવાન કર્યું હતું






Latest News