વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા


SHARE





માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા

માળીયા (મી)માં રહેતા યુવાને તેના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં એક શખ્સને બાઈક ધીમુ ચલાવવા માટે થઈને કહ્યું હતું જે બાબતે બોલાચાલી થઈ હતી અને તેનો ખાર રાખીને યુવાન સાથે જપાજપી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને વાસા તથા પડકાના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણામાં આવેલ જખરીયા પાટી વિસ્તારમાં રહેતા ગુલામ જુનસભાઈ જેડા (30)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુદ્દીન અબ્બાસ માલાણી રહે. જખરીયા પીર વાંઢવિસ્તાર માળીયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલા ફરિયાદીએ તેના કાકાના દીકરાના લગ્નમાં આરોપીને બાઈક ધીમુ ચલાવવા માટે કહ્યું હતું તે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી જે બાબતનો ખાસ રાખીને આરોપીએ બોલાચાલી કરી જપાજપી કરી હતી અને ગાળો આપીને યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને વાસા તથા પડખામાં છરીના ઘા મારીને બીજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News