મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર


SHARE









મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિજેતા બનેલા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લાના પ્રમુખ દ્વારા ખાસ કરીને તમામ વિજેતા બનેલા ઉમેદવારોને ટકોર કરવામાં આવી હતી કે “રાજનીતિ એ કમાવાનું સાધન નથી પરંતુ સેવા માટેનું ક્ષેત્ર છે” જેથી કમળ અને પક્ષ મહાન છે આ વાતને નજર સમક્ષ રાખીને દરેક લોકોએ આગામી પાંચ વર્ષ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કામ કરવાનું છે.

મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયત આમ કુલ મળીને 250 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને તેનું ગઈકાલે પરિણામ આવ્યું છે જેમાં 178 બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારો તથા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોય તે પણ ભાજપના ઉમેદવારોનો અભિવાદન સમારોહ મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયો હતો

જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા અને બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, માજી ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા સહિતનાઓની હાજરીમાં અભિનંદન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં ખાસ કરીને જિલ્લાની સ્થાનિક સ્વરાજની મોટા ભાગની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારો વિજય થતા કમળ ખીલી ઉઠ્યું છે પરંતુ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટેની જે બેઠક હતી તે બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હાર્યા હોવાથી તે બાબતે ભાજપના આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી. સાથોસાથ જિલ્લામાં કેટલીક બેઠકો ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે તે બાબતે પણ આગેવાનો દ્વારા ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકર્તાઓને જમ ઘર ભાળી ન જાય તે માટેની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા બૂથ વાઇઝ મળેલ મતોનું એનાલિસિસ કરવા માટે કહ્યું હતું અને વિકાસ કામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની ટકોર કરવામાં આવેલ છે.

જોકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ વિજેતા બનેલા તમામ ઉમેદવારોને કહ્યું હતું કે, રાજનીતિ એ કમાવાનું સાધન નથી પરંતુ લોક સેવા માટેનું ક્ષેત્ર છે હાલમાં ચૂંટાયેલા ઉમેદવારોને સારા કામ કરશે એટ્લે આગામી સમયમાં ટિકિટ મળી જ જશે એવું નથી સારામાં સારા કામ કર્યા હશે તો પણ ટિકિટ નહીં મળે કેમ કે, કમળ અને પક્ષ સર્વોપરી અને મહાન છે આ વાતને નજર સમક્ષ રાખીને ચૂંટાયેલા લોકોએ કામે લાગી જવાનું છે.




Latest News