મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ


SHARE







હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ

હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામે ઓળખાતી સીમમાં વૃદ્ધની વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીની અંદર રાખવામાં આવેલ કોપર વાયરના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જેથી 1 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવાની વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે ચોરીમાં ગયેલા કોપર વાયર સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિનગર વિદ્યુતનગરની બાજુમાં રહેતા લાલજીભાઈ અણદાભાઇ સિણોજીયા (60)એ થોડા સમય પહેલા અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામની ઓળખાતી સીમમાં તેઓની તેઓની વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીમાં અજાણ્ય શખ્સ દ્વારા પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલ સબમર્સીબલ મોટરનો કેબલ કોપર વાયર આશરે 1600 ફૂટ જેની કિંમત 1 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા કેશુભાઈ ઉકાભાઈ રાઠોડ પાસેથી ચોરીમાં ગયેલ કોપર વાયર મળી આવેલ છે જેથી કરીને 1 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News