મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

મોરબીની હરીપાર્ક સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર એલ.ઈ. ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહેલ રેલવે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું જેથી તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાસે આવેલ હરીપાર્કમાં રહેતા દિલીપભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (36) નામના યુવાને મોરબીમાં એલ.ઈ. ગ્રાઉન્ડ પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તે યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ રાજુભાઈ રમેશભાઈ ઝીંઝવાડીયા (43) રહે. હરીપાર્ક વિદ્યુતનગર પાસે મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખારચિયા ગામે ઓમનગરમાં રહેતા જૈમીન તુલસીભાઈ કુબાવત (18) નામનો યુવાન ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા જન્નતબેન ઈસ્માઈલભાઈ પઠાણ (36) ઇકો  ગાડીમાં બેસીને જતા હતા ત્યારે જેપુર ગામે ફાટક પાસે ટ્રેક્ટર સાથે ઇકો અથડાતાં અકસ્માત થયો હતો અને આ બનાવમાં તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News