મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE









મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવરજન દ્વારા નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં ચક્રોગતિમાન કર્યા છે

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું ધૂળકોટ ગામે રહેતા મોહિત મહેશભાઈ નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે તેવી હાલમાં સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન દ્વારા કરવામાં આવી રહી છે

સિંદુર પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી સંધ્યાબેન બિંદુરામ સુરેન (19) નામની મહિલાએ કોઈ કારણોસર સિંદુર પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નાગડાવાસ ગામે રહેતા નંદાભાઈ શંકરભાઈ તોમર (26) નામના યુવાનને અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ  બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News