મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન


SHARE













મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન

હળવદ ખાતે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અને સેવાભાવી યુવાન તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેવા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રગટ કરતો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૨૨ લોકોએ રક્તદાન કર્યું હતું.

કાળઝાળ ગરમી વચ્ચે પણ કાર્યકર્તાઓ, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું, જેના પરિણામે ૩૨૨ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. આ સેવા યજ્ઞમાં વિશ્વ હિન્દુ પરિષદ (હળવદ શહેર/ ગ્રામ્ય), યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ હળવદ, છોટાકાશી હળવદ યુવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, દિલ સે ફાઉન્ડેશન, HPL ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ તથા આઈ શ્રી ખોડિયાર રામદેવ રામામંડળ (ગોરી દરવાજા) જેવી વિવિધ સામાજિક સંસ્થાઓએ ઉમળકાભેર સહયોગ આપ્યો હતો. કેમ્પ દરમિયાન એકત્રિત થયેલ રક્તનો ઉપયોગ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ મોરબી, શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ (ટીબી હોસ્પિટલ, સુરેન્દ્રનગર), શ્રી રામ બ્લડ સેન્ટર ધ્રાંગધ્રા તથા શ્રી સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે દર્દીઓના ઉપચાર માટે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પૂજ્ય દીપકદાશજી મહારાજ, પ્રભુચરણદાશજી, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રથમ પ્રમુખ બીપીનભાઈ દવે સહિત રાજકીય અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી કાર્યકરો અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે વિશેષ રૂપે બહોળી સંખ્યામાં દર્દીને લાઈવ જરૂર હોઈ તે સમયે રક્તદાન કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટના નિતિનભાઈ ભટાસણા (૧૯૭ વખત), સુરેન્દ્રનગરના રશ્મિનભાઈ મહેતા (એક જ કિડની હોવા છતાં ૧૦૦ વખત), મોરબીના ગૌતમભાઈ સોલંકી (૧૨૩ વખત), કિશોરભાઈ એરવાડિયા (૫૭ વખત), અક્ષયભાઈ અગ્રાવત (૫૧ વખત) તથા ધર્મેશભાઈ શાહ (૪૪ વખત) જેવા મહાન રક્તદાતાઓને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તપનભાઈ દવેજણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને દરેક કાર્યકર્તા તથા નાગરિકે સમાજ સેવા માટે આગળ આવી આવા કાર્યોમાં જોડાવું જોઈએ. અને ખાસ કરીને રક્તદાન કરનાર ૩૨૨ યુવા શક્તિને નમન સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.






Latest News