મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત


SHARE









મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે પાડા પુલ નીચે નટરાજથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ બનાવવા માટે અને સર્કિટ હાઉસથી વિદ્યુતનગર વિસ્તાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર અબનાવવા માટે મોરબીના સામાજિક કાર્યકર દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા સામાજિક કાર્યકર ચિંતન રાજયગુરુએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરના પાડા પુલ નીચેનો વિસ્તાર, ખાસ કરીને નટરાજ પાસે બેઠા પુલથી લઈને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને સંભાવનાશીલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ રોડને “આઇકોનિક રોડ” જાહેર કરવામાં આવ્યો છે અને અરુણોદય સર્કલથી વીશી પારા સુધીનો ઓવરબ્રિજ મંજૂર થયેલ છે.

મોરબીમાં નટરાજ પાસે બેઠા પુલથી શરૂ કરીને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર નદી કિનારે આવેલ છે જેથી ત્યાં આધુનિક “રિવરફ્રન્ટ” બની શકે તેમ છે. ખાસ કરીને ત્યાં વોકિંગ અને સાયકલ ટ્રેક, ગાર્ડન અને ગ્રીન ઝોન, પરિવાર માટે સિટિંગ એરિયા, બાળકો માટે પ્લે ઝોન, ફૂડ કોર્ટ અને નાઈટ માર્કેટ, ઓપન જીમ અને યોગા ઝોન, ડેકોરેટિવ લાઈટિંગ અને CCTV સુરક્ષા અને પાર્કિંગ સુવિધા બનાવી શકાય તેમ છે. આ સુવિધા ઊભી કરવામાં આવે તો લોકોનું આકર્ષક વધશે, સ્થાનિક વેપારમાં વધારો થશે, મોરબીને “પેરિસ જેવી ઓળખ” અપાવામાં સહાય મળશે. 

મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે આવેલ વર્ધમાન સોસાયટીથી શરૂ કરીને વિદ્યુત નગરના ઢળિયા સુધીનો વિસ્તાર હાલમાં રહેણાંક દ્રષ્ટિએ પ્રધાનમંત્રી આવાસ યોજના યોગ્ય છે ત્યાં મધ્યમ તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવે તે જરૂરી છે. અને આ બંને પ્રોજેક્ટ શહેરના ભવિષ્ય માટે માઈલસ્ટોન બને તેવી શક્યતા છે.




Latest News