ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે વૃદ્ધ મહિલાને ભત્રીજા જમાઈ-ભત્રીજી સહિત 3 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE













ટંકારાના ગજડી ગામે વૃદ્ધ મહિલાને ભત્રીજા જમાઈ-ભત્રીજી સહિત 3 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના ગજડી ગામે રહેતી મહિલાને તેના ભાઈએ વાવવા માટે જમીન આપેલી છે અને તે બાબતનો ખાર રાખીને મહિલા ભત્રીજા જમાઈ, ભત્રીજી સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા તેની સાથે બોલાચાલી-ઝઘડો કરવામાં આવ્યો હતો અને તેને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારા તાલુકાના ગજડી ગામે આંબલીપરામાં રહેતા દેવદેબેન ભુરાભાઈ સવસેટા (58)એ હાલમાં કૌટુંબિક જમાઈ કાનાભાઈ હીરાભાઈ જારીયા, ભત્રીજી શોભનાબેન કાનાભાઈ જારીયા અને જયશ્રીબેન ભુપતભાઈ જારીયા રહે. ત્રણેય ગજડી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીને તેઓના મોટા ભાઈ રામભાઈએ વાવવા માટે જમીન આપેલ છે અને તેઓ તેની બે ભત્રીજી જ્યોતિબેન અને શાંતુબેન સાથે ગામની સીમમાં ભેંસ ચરાવતા હતા ત્યારે ત્રણેય આરોપી તેઓના વાડા પાસે ઊભા હતા અને તું જ્યોતિ અને શાંતુ સાથે ભેંસ ચરાવવા કેમ જાય છે ? અને મારા સસરાની જમીન પણ તે રાખી દીધેલ છે આવું કહ્યું હતું જેથી કરીને ફરિયાદી એ તેને સમજાવ્યું હતું કે મને રામભાઈએ જમીન વાવવા માટે આપેલ છે મેં જમીન પડાવી લીધેલ નથી. જેથી ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને. આરોપી કાનાભાઈએ ફરિયાદીને જેમ ફાવે તેમ બોલીને લાકડી વડે માર મારી પગમાં ઈજા કરી હતી જ્યારે શોભાબેન અને જયશ્રીબેનએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા સવજીભાઈ દેવશીભાઈ ધોળકિયા (60) નામના વૃદ્ધને મારામારીને બનાવમાં ઈજા થઇ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર ગામે રહેતો અક્ષય અશોકભાઈ સોલંકી (25) નામનો યુવાન રંગપર થી જેતપર તરફ જતો હતો ત્યારે બાઈક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇને લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News