મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ઘરમાંથી 289 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE







ટંકારાના સરાયા ગામે ઘરમાંથી 289 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ

ટંકારાના સરાયા ગામે રહેણાંક મકાનમાં એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 289 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને 57,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરીને આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ આપનાર રાજકોટના જારીયા ગામના શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના સરાયા ગામે રહેતા ઈમ્તિયાઝ જેસાણીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 289 લિટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 57,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને પોલીસ દ્વારા ઈમ્તિયાઝ ઉર્ફે ઈન્તુ ઈકબાલભાઈ જેસાણી (36) રહે. પ્લોટ વિસ્તાર સરાયા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં રાહુલ દેવીપુજક રહે. જારીયા તાલુકો રાજકોટ વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ચાર રસ્તા પાસે બિલ્વા કોમ્પ્લેક્ષ નજીકથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે 260 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે બીપીનભાઈ હિંમતલાલ મહેતા (55) રહે. પીપળી શિવ પાર્ક સોસાયટી શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મારામારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા જીતાબા જેસીંગભાઇ પરમાર (35) નામના મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ઘાટીલા ગામે રહેતા અલ્પાબેન રસિકભાઈ (22) નામના મહિલાને સુરવદર અને હળવદ વચ્ચે વાહન અકસ્માતના  બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા અંબારામભાઈ પોપટભાઈ સવસાણી (58) નામના વૃદ્ધને ટંકારા પાસે વાહન અકસ્માતમાં બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા ય ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News