તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ


SHARE









મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ

મોરબીના જૂના ખારચિયા, ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડે છે માટે ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને બસ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવેલ છે.

ખારચીયા ગ્રામ પંચાયતના સદસ્ય જાડેજા સુરપાલસિંહએ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને રજૂઆત કરી છે કે, તેઓના ગામ જૂના ખારચિયા તેમજ ઓમનગર અને રામનગરમાં બસ સ્ટેન્ડની સુવિધા નથી તો ગ્રામજનોને બહારગામ  જતી વખતે ચોમાસુ અને ઉનાળોમાં રસ્તા પર ઊભા રહેવું પડે છે જેથી કરીને સગર્ભા મહિલા, વૃદ્ધ સહિતના લોકોને હેરાન થવું પડે છે. અને બેસવા માટે ક્યાંય કોઈ સુવિધા નથી જેથી લોકોને ઘણી તકલીફ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રણેય ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી વહેલી તકે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્રણેય ગામમાં બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News