મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લામાં મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત 20 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો તેમજ જેમના પુસ્તકો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે એવા કવિ લેખકોના સન્માનનો કાર્યક્રમ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા અત્રેના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે યોજાઈ ગયો હતો

આ કાર્યક્રમમાં પી.જી.પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટની ટીમ દ્વારા શ્રુતલેખનનું આયોજન કરવા આવ્યું હતું જેમાં 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો. શ્રુતલેખનના નિયમોની સમજ રાજેશભાઈ મોકાસણા શિક્ષક ઘુનડા (સ.) શાળાએ આપી હતી. શ્રુતલેખન મનનભાઈ બુદ્ધદેવે કરાવ્યું હતું શ્રુતલેખન બાદ ચકાસણીનું કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિશાલ ભાદાણી, ડો.નિશિથ પટેલ અને ડો.સતીષ પટેલના વરદ હસ્તે મગનભાઈ જાકાસણીયા, પ્રેમજીભાઈ વડાવીયા, અબ્દુલભાઈ શેરસિયા, ડો.હજીભાઈ બાદી, દિનેશભાઈ વડસોલા, કમલેશભાઈ  દલસાણીયા, જીવતીબેન બચુભાઈ પીપલિયા, દિનેશકુમાર ભેંસદડિયા, પ્રવિણકુમાર પટેલ, અંજનાબેન ફટાણિયા, શૈલેષકુમાર કાલરિયા, જીતેન્દ્ર પાંચોટિયા, હર્ષદકુમાર પટેલ, રમેશચંદ્ર પટેલ, વિજયકુમાર દલસાણિયા, ધનજીભાઈ ચાવડા, મહમદહુસેન કડીવાર મહેશગર ગૌસ્વામી, ઊર્મિલા આસર, અશોકભાઈ કાંજીયા, જિતેન્દ્ર પટેલ, સંજય બાપોદરિયા, પ્રકાશભાઈ કુબાવત વગેરેનું સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી સાલ ઓઢાડી, પુસ્તક દ્વારા અદકેરું સન્માન કરાયું હતું.

ત્યારબાદ કેળવણી કાર વિશાલભાઈ ભાદાણીએ પોતાની આગવી શૈલીમાં પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને આગામી શિક્ષણ વ્યવસ્થાના પડકારો, ઉકેલ વિશે વિસ્તૃત રીતે છણાવટ કરી ઉપસ્થિત સૌ શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કરી દીધાં હતા ત્યાર બાદ તેઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ગુજરાતી જોડણીનું મહત્વ સમજાવતા શ્રુતલેખન પરિણામ જાહેર સંજયભાઈ બાપોદરિયાએ કર્યું હતું અને પ્રથમ ડો.હજીભાઈ બાદી, દ્વિતીય મીરાંબેન ખારેચા, તૃતીય સોનલબેન દેથરીયા, ચતૃથ પુનિતભાઈ વાંસદડીયા, પાંચમા ક્રમે નરશીભાઈ અંદરપાના નામની જાહેરાત કરી હતી આ વિજેતાઓનું પુસ્તકો આપીને સન્માન કર્યું હતું. અને અંતમાં કોમનમેન ફાઉન્ડેશના પ્રમુખ ડો.સતીષ પટેલે ઋણ સ્વીકાર કર્યો હતો અને પ્રાસંગોચિત વાત પોતાની આગવી શૈલીમાં રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અને મનહરભાઈ સુદ્રાએ કર્યું હતું




Latest News