ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણામાં રહેતા યુવાને ઇનસ્ટાગ્રામમાં યુવતીને મેસેજ કર્યો હોવાનો ખોટો વહેમ રાખીને તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને જપાજપી કરવામાં આવી હતી અને ત્યાર બાદ ધોકા ડે હાથે પગે મારમારીને ફેક્ચર જેવી ઇજા કરી છે તેમજ માથાના ભાગે છરીનો હાથો મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં ત્રણ શખ્સો સામે યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

માળિયા મિયાણા નેશનલ હાઈવે રોડ ઉપર રિલાયન્સના પંપની પાછળ ખારાવાંઢ વિસ્તારમાં રહેતા યુનુસ સાઉદીનભાઈ મોર (18)એ હાલમાં સલીમ સુભાનભાઇ કટિયા, સદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટિયા રહે. બંને નવજીવન હોટલ પાસે માળિયા મીયાણા તથા ફારુકભાઈ રહે. નવા અંજીયાસર વાળા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી સલીમની દીકરીને કોઈ ઇનસ્ટાગ્રામમાં મેસેજ કરતું હોયએ વાતનો ખોટો વહેમ રાખીને સલીમે ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ધોકા વડે માર મારીને જમણા હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તથા ફરિયાદીના ડાબા હાથમાં મુંઢ ઇજા કરી હતી અને ફરિયાદીના માથા તેમજ શરીરે માર માર્યો હતો. જો કે, સદીકે ફરિયાદીને પકડી રાખ્યો હતો અને ફારૂકે ફરિયાદીને ગાળો આપી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News