મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો


SHARE





માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે રહેતી મહિલાની બહેન અને તેના જેઠના બાળકો બાબતે બોલાચાલી થઈ હતી જેથી તે ત્યાં સમજાવવા માટે ગઈ હતી જે બાબત આરોપીઓને સારું નહીં લાગતા ચાર શખ્સો દ્વારા મહિલાને ગાળો આપીને ઢીકાપાટોનું માર મારવામાં આવ્યો હતો તથા માથા, મોઢા અને શરીરે ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધરે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે રહેતા સાયનાબેન ઉર્ફે સાહીનાબેન ફારુકભાઈ મોવર (24એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફારુક નિજામભાઈ મોવર, નિજામભાઈ હબીબભાઈ મોવર સાઉદીના હબીબભાઇ મોવર અને જુસબ નિઝામભાઈ મોર રહે. જુના અંજિયાસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદી તેમની મોટી બહેન સલમાબેન અને તેના જેઠ હસનભાઈ બાળકો બાબતે બોલાચાલી કરતા હતા જેથી ત્યાં સમજાવવા માટે ગયા હતા અને ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા તે બાબતનો ખા રાખીને ફારુકે ફરિયાદીને ગાળો આપીને વાળ ખેંચીને નીચે પાડી દઈને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે નિઝામભાઈએ ફરિયાદીને ગાળો આપીને ચહેરા તથા મોઢા ઉપર ઢીકા મારીને ઇજાઓ કરી હતી તો સાઉદીભાઈએ ધોકા વડે ફરિયાદી મહિલાને વાસાના ભાગે માર માર્યો હતો અને જુસબભાઈએ ગાળો આપીને માર માર્યો હતો જેથી જા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News