મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો


SHARE









વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો

વાંકાનેરમાં જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે યુવાન પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડતો હતો તે બાબતે એક શખ્સની સાથે બોલાચાલી અને જપાજપી થઈ હતી ત્યારબાદ તેને ગાળો આપવામાં આવી હતી અને અન્ય બે શખ્સો ત્યાં લોખંડના પાઇપ સાથે આવ્યા હતા અને યુવાનને વાસ તથા જમણા પગમાં પાઇપ મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી હાથીખાના શેરી ખાતે રહેતા દીપકભાઈ કાનાભાઈ ધેણોજા (35) એ હાલમાં ફિરોજ મુસા, અકબર મુસા અને સાહિલ મુસા રહે.ત્રણેય વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે તેઓ પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા તે બાબતે તેને ફિરોજ મુસા સાથે બોલાચાલી અને જપાજપી થઈ હતી અને ત્યારે આરોપીએ તેને ગાળો આપી હતી ત્યારબાદ અકબર મુસા અને સાહિલ મુસા લોખંડના પાઇપ સાથે ત્યાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદીનો કાંઠલો પકડીને તેને પાઇપ વડે વાસા અને જમણા પગના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News