મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી


SHARE









ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી

ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ કારખાનામાં ખુલ્લી જગ્યામાં નાની મોટી સાઈઝના કોપરના કેબલ વાયર પડ્યા હતા જે અંદાજે 150 કિલો કોપર વાયરની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં કારખાનેદાર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1,50,000 ની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ કરેલ છે

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ અનંતા સોસાયટી પ્લોટ નંબર 28 ખાતે રહેતા મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડીયા (53)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે ફ્લોરોના નામનું તેઓનું કારખાનું આવેલું છે અને તે કારખાનાની અંદર ખુલી જગ્યામાં કોપરના નાની મોટી સાઈઝના 150 કિલો જેટલા વાયર પડ્યા હતા જેની કિંમત દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે તે કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News