આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ


SHARE













મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ

મોરબી મહાનગરપાલિકા દ્વારા 2026-27 ના નાણાકીય વર્ષ માટે વેરો સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન તેમજ ઓફ લાઇન બંને રીતે વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે જો કે, ઓફ લાઇન વેરો ભરવામાં આવે તો મિકલત વેરા ઉપર 10 ટકા અને જો ઓનલાઈન વેરો ભરવામાં આવે તો તેમાં વધુ 2 ટકા ઉમેરીને કુલ 12 ટકા રીબેટ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રિબેટ યોજનાનો લાભ લેવા માટે મિકલત ધારકોને અધિકારી દ્વારા અપીલ કરવામાં આવેલ છે. 

મોરબી મહાનગરપાલિકાન વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓને અધિકારી જણાવ્યુ છે કેનાણાકીય વર્ષ 2026-27 માટે ઓનલાઈન રીબેટ યોજના અમલ મુકવામાં આવેલ છે. જેમાં મિલકત ધારકની બાકી રકમ તાત્કાલિક ઓફિસમાં આવી ભરવામાં આવે તો ચાલુ વર્ષના મિલકતવેરા પર 10 ટકા તથા વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓનલાઇન ટેકસ ભર્યેથી 12 ટકા રીબેટ આપવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્રાસ કુલ 11 (અગીયાર) વોર્ડ ઓફીસમાં સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પર જઈને Morbi Municipal Corporation લખતા મોરબીમહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરીને પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી માનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્રારા આપવામાં આવેલ રીબેટ યોજનાનો લાભ વધુમાં વધુ લેવા માટે અધિકારી દ્વારા મિલકત ધારકોને અપીલ કરવામાં આવી છે.






Latest News