મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું


SHARE









વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું

વાંકાનેર તાલુકામાં ગાંધીનગરથી ગુજરાત સરકારની સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા ૨૪ તળાવોને ઊંડા કરવા, પાળનું જંગલ કટિંગ, પાળ મજબૂત કરવાના કામ માટેની વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા રજૂઆત કરી હતી અને જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ કોળી દ્વારા કામને મંજૂરી આપવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત જીજ્ઞાસાબેન મેરના હસ્તે વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામે મોટા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, સરપંચ રાજુભાઈ, નરશીભાઈ, ભગવાનભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાત સરકારનો આભાર માનતા જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે તળાવોની પાળ મજબૂત કરવી અને તેને ઊંડા કરવા એ જળસંચય અને ગ્રામીણ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી છે. અને ચોમાસા દરમિયાન તળાવની પાળમાં થતા ધોવાણને રોકવા અને પાણીનો સંગ્રહ વધારવા માટે આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય આયોજન જરૂરી છે. તળાવ ઊંડું કરવાની પ્રક્રિયામાં તળાવના તળિયે જમા થયેલો કાંપ (Silt) હિટાચી મશીન, જેસીબી, ટ્રકો દ્વારા દૂર કરવામાં આવે છે. તળાવ ઊંડું થવાથી તેમાં વધુ પ્રમાણમાં પાણી સંગ્રહિત થઈ શકે છે. તળાવની પાળ મજબૂત કરવા તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કરીને પાળને વધુ ઊંચી અને પહોળી કરવામાં આવે છે. પાળના ધોવાણને રોકવા માટે આધુનિક ઇનલેટ (પાણી આવવાનો માર્ગ) અને આઉટલેટ (વધારાનું પાણી નીકળવાનો માર્ગ) બનાવવામાં આવે છે. પાળની કિનારે મજબૂત મૂળવાળા વૃક્ષો વાવવાથી માટી પકડાઈ રહે છે અને ધોવાણ અટકે છે. વધુ પાણી સંગ્રહ થવાથી આસપાસના કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. સિંચાઈ માટે ખેડૂતોને પાક માટે લાંબા સમય સુધી પાણી મળી રહે છે. ઉનાળામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા રહે છે. ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. ગામમાં પાણીની અછત દૂર થાય છે.




Latest News