મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા


SHARE









મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાન તેના મિત્રના લગ્નમાં ગયો હતો અને ગરબા રમીને બેઠો હતો ત્યારે તેને બહાર બોલાવીને એક શખ્સે મારા ફૂઈના દીકરા સામે કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને બોલાચાલી કરી હતી ત્યાર બાદ વાળ પકડીને યુવાનને નીચે પાડી દીધો હતો અને તેને  વાસા તેમજ બેઠકના ભાગે છરીના ઘા મારીને ઇજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


મોરબી આયોદ્યપુરી મેઇન રોડ ઉપર આવેલ ડાયમંડ બેકરી સામેના ભાગમાં રહેતા જુબેરભાઈ રજાકભાઈ રાજા (19)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમીર ઉર્ફે સમલો મોવર રહે. મોરબી તથા સોહિલ નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 4/5 ના રોજ મોરબીના લાતી પ્લોટ શેરી નં-7 માં ફરિયાદીના મિત્ર એજાજના લગ્નમાં ગયો હતો અને ત્યાં ડીજે ઉપર દાંડીયારાસ રમીને તે રાતે ત્રણ વાગ્યાના અરસામાં સાઈડમાં બેઠો હતો ત્યારે સમીર ઉર્ફે સમલોએ તેને બહાર બોલાવેલ હતો જેથી ફરિયાદી બહાર ગયો હતો અને ત્યાં સમિરે કહ્યું હતું કે “તું મારા ફૂઈના દીકરા સોહિલ સામે કાતરૂ કેમ મારતો હતો” જેથી ફરિયાદીએ કહ્યું હતું કે “હું તેને ઓળખતો પણ નથી તો હું કેમ કાતરુ મારુ” જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી સમીરે ફરિયાદીને વાળ પકડીને મારમાર્યો હતો અને છરી કાઢીને તેને વાસાના ભાગે મારી હતી તેમજ નીચે પડી દઈને તેને બેઠકના ભાગે પણ છરીના ઘા માર્યા હતા. જયારે સોહીલે ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન અન્ય લોકો ત્યાં આવી જતા બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.




Latest News