મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા


SHARE









લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ  કરે છે જેમા આ કાળઝાળ ગરમીમાં ૧૦૦૦ ચકલા ઘર તથા એટલા જ માટીના પાણીના પરબિયાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી તેમના વતન રાજપર (કુ) ના મુક્તિધામમા તથા શિવજી મંદિરમા ૩૮ સિમેન્ટના બાકડા અને સનાતન ધામ નાનાભેલા ખાતે આવેલા પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર ખાતે પણ ૩૮ સિમેન્ટના બાકડા મૂકવામાં આવેલ છે, આ ઉપરાંત મોરબી મામલતદાર કચેરીમાં ૫, રવાપર ઘુનડા રોડ ઉપર ૭ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા તરઘરી ગામે સિમેન્ટના ૩ બાકડા મુકવામાં આવ્યા છે આ ઉપરાંત વૃક્ષોના રક્ષણ માટે ટોબરીયા હનુમાનજી ગૌશાળાના સંચાલત હરખજીભાઈ સુવારિયાના દાન થકી ૫૦ લોખંડના પીંજરાના પણ આપવામાં આવ્યા છે જે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના માધ્યમ દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે. આ સેવાકીય પ્રોજેક્ટમાં પુર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, પુર્વ ખજાનચી મણીલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા, કેશુભાઈ દેત્રોજા વિગેરે હાજર રહ્યા હતા.




Latest News