મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત


SHARE







મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત

મોરબી મહાપાલિકામાં જે કર્મચારીઓની ઓનલાઈન એટેન્ડન્સમાં કૌભાંડ સામે આવ્યું છે તેની પોલીસ ફરિયાદ નોંધાઈ ગયેલ છે જો કે, રોજમદાર કર્મચારીઓ દ્વારા યેનકેન પ્રકારે પોતાના ઉપરાંત અન્ય કર્મચારીઓની હાજરી ભરીને બોગસ રોજમદારના નામે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા જેથી અંદાજે 20 લાખથી વધુની સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી હોવાની શક્યતા સેવાઇ રહી છે. અને તે દિશામાં મહાપાલિકાના અધિકારીઓ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી મહાપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાના નામ સિવાય અન્ય કર્મચારીઓના નામની હાજરી પૂર્વમાં આવતી હોવાની બાબત ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાના ધ્યાન ઉપર આવી હતી અને મહાપાલિકાને આર્થિક નુકસાન થતું હોય હાલમાં મહાપાલિકાના વર્કશોપ વિભાગમાં કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવતા અમુક લોકો એકથી વધુ કર્મચારીઓની ખોટી હાજરી પૂરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી મહાપાલિકામાં ડેપ્યુટી ઇજનેર દીપભાઈ સુરેશભાઈ ફળદુએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મંદિપ ચાવડા, વિમલભાઈ બાવળીયા, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા, રોહિતભાઈ ધીરુભાઈ, લલિતભાઈ કુમારભાઈ ચાવડા, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડા અને રાજેશભાઈ સહિત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવેલ છે.

વધુમાં ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યુ હતું કે, ગત તા. 5 અને 6 મે ના રોજ રોજમદાર કર્મચારીઓની હાજરી ચેક કરવામાં આવી હતી જેમાં ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું હતું જેથી સીસીટીવી કેમેરા સહિતના પુરવાઓને ચેક કરવામાં આવતા રોજ્મદારની હાજરીમાં કૌભાંડ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું જેમાં મંદિપ ચાવડા પોતાના ઉપરાંત લલિતકુમાર ચાવડા, અભયભાઈ ચૌહાણ અને રોહિતભાઈ ધીરુભાઈની જુદીજુદી આંગળીથી હાજરી આપતો હતો અને પોતાની હાજરી ફેસ અને જમણા હાથની પહેલી આંગળીથી આપતો હતો જયારે વિમલ બાવળીયા દ્વારા અંકુર કુંભારિયા, રોહિતભાઈ ધીરુભાઈ, મહેશભાઈ ગુનાવા, મનદીપ ચાવડા, રોહિત, પ્રકાશભાઈ અને રાહુલભાઈ ગલાભાઈ ડામોરની તેના હાથની જુદીજુદી આંગળીએથી હાજરી આપતો હતો. જયારે અભય ચૌહાણ એટેન્ડન્સ મશીનમાં સંજયભાઈ ચાવડા અને પોતાની અલગ અલગ આંગળીથી હાજરી આપતો હતો અને આ શખ્સો 6 મહિનાથી લઈને છેલ્લા દોઢ વર્ષથી આ રીતે હાજરી ભરીને સરકારી નાણાની ઉચાપત કરતાં હતા જેથી અંદાજે 20 લાખથી વધુનું કૌભાંડ હોવાની શક્યતા છે.

સરકાર દ્વારા કર્મચારીઓ તેના કામમાં ગુટલી ન મારી શકે અને લોકોના કામ સમયસર પૂરા થાય તેના માટે મેન્યુયલ હાજરીના બદલે ડિજિટલ હાજરી કર્મચારીની લેવામાં આવી રહી છે જો કે, તેમાં પણ ભેજબાજ શખ્સો દ્વારા યેનકેન પ્રકારે રસ્તા કરીને કૌભાંડ કરવામાં આવે છે તેનો બોલતો પુરાવો હાલમાં મોરબી મહાપાલિકામાં જોવા મળ્યો છે જેમાં એક જ વ્યક્તિ તેના હાથની 10 આંગળીથી જુદાજુદા વ્યક્તિની હાજરી ડિજિટલ મશીનમાં ભરી દેતો હતો ત્યારે આ બાબતે ગંભીરતાથી લઈને મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં આ ડિજિટલ હાજરી બાબતે જો ખરાઈ કરવામાં આવતે તો અને કડાકા ભડાકા થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.






Latest News