મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા


SHARE









ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા

વાંકાનેરમાં આવેલ આઈટીઆઈ ખાતે મહિલાઓને તાલીમ મળે અને તેઓ પગભર બની શકે તે માટે વાંકાનેરના ધારાસભ્યએ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને સરકાર દ્વારા વાંકાનેર આઈટીઆઈ ખાતે ચાલુ વર્ષથી બહેનો માટે વિવિધ ચાર કોર્સ શરૂ કર્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓને પગ પર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે તેવામાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેરમાં આવેલ આઇટીઆઇ ખાતે વિવિધ મહિલા લક્ષી કોર્સ શરૂ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને જેને ધ્યાને લઈને સરકાર દ્વારા વર્ષ 2026 થી વાંકાનેર આઇટીઆઇ ખાતે સુઇંગ ટેકનોલોજી, બેઝિક કોસ્મોટોલોજી, ફેશન ડિઝાઇનિંગ અને ટેકનોલોજી જેવા વિવિધ ચાર નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે અને તેના માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આમ વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાન રાખીને સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ ચાર કોર્સ શરૂ કરવામાં આવેલ છે જેથી ધારાસભ્યએ સરકાર અને રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથોસાથ વાંકનેર શહેર અને તાલુકાનાં બહેનોએ આ વિવિધ કોર્સનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.




Latest News