મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ


SHARE









મોરબીમાં ખોડિયાર માતાજીનાં મંદિરની દાન પેટીમાંથી રોકડા 50 હજારની ચોરી: બે સામે ફરિયાદ

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ નાગનાથ શેરીમાં ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરવામાં આવી છે જેથી બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાન પેટીમાંથી રોકડા 50,000 રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા ઋષભભાઈ કિરણભાઈ પારેખ (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋત્વિક ઉજેસભાઈ જોશી રહે. ગ્રીનચોક મોરબી તથા વરુણ મનસુખભાઈ ડોડીયા રહે. નાગનાથજી મોરબી વાળા સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નાગનાથ શેરીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં દર્શન કરવા આવીને બંને શખ્સો આવ્યા હતા અને ત્યાર બાદ તે શખ્સોએ દાન પેટીનું તાળું તોડીને તેમાંથી 50 હજાર રૂપિયાની ચોરી કરી છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા નંદકુંવર લાલજીભાઈ ચૌહાણ (33) નામના યુવાનને ટંકારા નજીક આવેલ ભારત પેટ્રોલિયમ નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

ટંકારાના છતર ગામે રહેતા અનિલભાઈ ડામોરનો સાડા ત્રણ વર્ષનો દીકરો આયુષ ગઈકાલે કોઈ કારણોસર રમતા રમતા ભૂલથી કેમિકલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા ને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News