મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર


SHARE









મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર

મોરબીના ઊંચી માંડલથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર કારખાનાની સામેના ભાગમાં બોલેરો ગાડીને ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બોલેરો ગાડીને ચાલકને પગમાં ઘૂંટણના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બોલેરો ગાડીને ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ જોડીયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી અને હાલ મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા રમેશભાઈ અમરશીભાઈ વરસડા (50)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર એમએચ 18 બીએ 5566 ના ચાલક ક્રિષ્ના પાપાલાલ પવાર રહે. હિવરખેડા મહારાષ્ટ્ર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઊંચી માંડલ ગામથી તળાવિયા સનાળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના સામેથી તેઓ કોનોર ગ્રેનાઈટો કારખાનાની બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 9153 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓની બોલેરો ગાડીને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને જમણા પગના ઘૂંટણમાં બે ફ્રેક્ચર થયા હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃધ્ધ સારવારમાં

જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા કરસનભાઈ માલાભાઈ ચાવડીયા (65) નામના વૃદ્ધને ઘરે પુત્ર અને પુત્રવધુએ માર માર્યો હતો જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના લીંબડાના ઢાળ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પંકજભાઈ ભરતભાઈ પારઘી (34) રહે. વાંકાનેર તથા અજય પ્રકાશ મૌર્ય (19) રહે. વાંકાનેર વાળાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News