મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ નજીક બંધ પડેલા કારખાનામાંથી કોપર વાયરો, પ્લેટ અને સીસીટીવી કેમેરાની ચોરીના ગુનામાં 4 આરોપી પકડાયા: 4 ની શોધખોળ


SHARE









મોરબીના ગાળા ગામ નજીક બંધ પડેલા કારખાનામાંથી કોપર વાયરો, પ્લેટ અને સીસીટીવી કેમેરાની ચોરીના ગુનામાં 4 આરોપી પકડાયા: 4 ની શોધખોળ

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ પડેલા કારખાનાને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાંથી કોપરના જુદા જુદા વાયરો, કોપરની પ્લેટ તથા સીસીટીવી કેમેરા, સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને ટીવી આમ કુલ મળીને 2,05,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જે ગુનામાં એલસીબીની ટીમે હાલમાં 1,94,800 ના મુદામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરેલ છે અને 4 આરોપીને પકડવા માટે હજુ તજવીજ ચાલી રહી છે.

મૂળ ગાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ધૂનડા રોડ ઉપર આવેલ બોનીપાર્કની પાછળના ભાગમાં લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 701 માં રહેતા જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલા (65)એ અજાણ્યા શખ્સની સામે ગત માર્ચ માહિનામાં ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે ગાળા ગામની સીમમાં મધુસુદન પેપર મીલની પાછળના ભાગમાં બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું તેઓનું કારખાનું આવેલું છે અને તે હાલમાં બંધ હાલતમાં હોય અજાણ્યા શખ્સ દ્વારા રાત્રિના સમયે કારખાનામાં પ્રવેશ કરીને બે નંગ સીસીટીવી કેમેરા, સોની ટીવી, સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા વીજ કરંટ પસાર કરતી કોપર પ્લેટ આઠ નંગ, પ્રેસ મશીન પાસે લગાવેલ 40 ફૂટ કોપરનો કેબલ વાયર તથા ઇલેક્ટ્રીક પેનલ થી કંટ્રોલર સુધી લગાવેલ ઇન્ટરલોક કોપર કેબલ આશરે 40 ફૂટ આમ કુલ મળીને 2,05,000 ની કિંમતના મુદ્દામાલની તેઓના કારખાનામાંથી ચોરી કરી છે. જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

 

દરમ્યાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સી.એન.જી. રીક્ષા નં. જીજે 36 યુ 7710 તથા બાઇક નં. જીજે 14 એએચ 4338 લઈને ચાર ઇસમો રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર બેઠેલ છે. જેઓએ ચોરીના ગુન્હાને અંજામ આપેલ છે અને ચોરીમાં ગયેલ મુદામાલ પણ તેઓની પાસે છે. જેથી એલસીબીની ટિમ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને ત્યાં હાજર રહેલા 4 શખ્સોની પૂછપરછ કરતાં તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે સ્થળ ઉપરથી આરોપી રમેશભાઇ ઉર્ફે પોયો મનુભાઇ વાધેલા રહે. શક્તિપરા વાંકાનેર, હમીરભાઇ બહાદુરભાઇ વાધેલા રહે. ગઢડા (સ્વામીના), અજયભાઇ ઉર્ફે અજીત સુરાભાઇ વાધેલા રહે.ગઢડા અને રણજીતભાઇ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઇ માથાસુરીયા રહે. શક્તિપરા વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી

હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 80 હજારની રિક્ષા, 20 હજારનું બાઈક, 34 કિલો કોપર વાયર જેની કિંમત 37400, 34 કિલો કોપરની પ્લેટો જેની કિંમત 37499, 20 હજાર ની કિંમતના 4 મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,94,800 નો મુદામાલ કબજે કર્યો છે અને હાલમાં પકડાયેલ આરોપીમાંથી અજય વાધેલા સામે જુદાજુદા પોલીસ સ્ટેશનમાં 10, હમીર વાધેલા સામે 11, રણજીત માથાસુરીયા સામે 1 અને રમેશ વાધેલા સામે જુદાજુદા 5 ગુના નોંધાયેલ છે. તેમજ આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હમીરભાઇ ધનજીભાઇ માથાસુરીયા રહે. દેવસર ચોટીલા, ધનજીભાઇ વેરશીભાઇ માથાસુરીયા રહે. દેવસર ચોટીલા, હેમંતભાઇ સેરાભાઇ વાધેલા રહે. ધામેલ દામનગર અને સુરેશભાઇ બચુભાઇ સાડમીંયા રહે. સરધાર રાજકોટ વળાના નામ સામે આવેલ છે જેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી એલસીબીના આર.સી.ગોહિલની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.




Latest News