મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE





માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત

માળીયા (મી)ના મોટા દહીસરા ગામથી બુઢિયાળી જતા રસ્તા ઉપર મંદિર સામેથી આધેડ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં આધેડને માથામાં હેમરેજ થયું હતું જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ભરતસિંહ દાદુભા જાડેજા (51) નામના આધેડ ગત તા. 24/4 ના રોજ મોટા દહીસરા ગામથી બુઢિયાળી જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી પોતાનાનું બાઈક નંબર જીજે 36 ડી 3399 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ભરતસિંહ જાડેજાને માથામાં હેમરેજ થયું હતું માટે ઇજા પામેલા આધેડને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરા ઓમદિપસિંહ જાડેજા (21) રહે. મોટા દહિસરા વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News