મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર ચોકડી નજીક ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ સાથે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં રવાપર ચોકડી નજીક ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ સાથે આરોપીની ધરપકડ

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર નશાકારક દ્રવ્યોનું વેચાણ બેફામ રીતે થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ શારદા સોસાયટીના નાકે કોહિનૂર શોપિંગ સેન્ટરમાં આવેલ ગોડાઉનમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 4,000 ની કિંમતની ગોગો સ્ટિક કબજે કરી હતી અને દુકાનદાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવાપર ચોકડી પાસે આવેલ સારદા સોસાયટીના નાકા પાસે કોહીનુર શોપિંગ સેન્ટરમાં આવેલ ગોડાઉનની અંદર ગોગો સ્ટિક રાખીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાન કરાવ્યું હતું જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનું વેચાણ કરવામાં આવતું હોય પોલીસે ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ જેની કિંમત 4,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી મોહસીન ઉમેદભાઈ વલીયાણી (36) રહે. શારદા સોસાયટી કોહીનુર શોપિંગ સેન્ટરની બાજુમાં મોરબી વાળાને પકડીને તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News