હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા


SHARE





મોરબી જિલ્લા પંચાયતના રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે આદિવાસી મહિલા અનામતની બેઠક જાહેર કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકીની 17 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે અને ભાજપની સ્પષ્ટ બહુમતી છે તેમ છતાં પણ અનામત બેઠકો ઉપરથી ચૂંટણી લડતાં ભાજપના મહિલા ઉમેદવારની હાર થઈ હતી અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર આદિવાસી અનામતની બેઠક ઉપરથી વિજેતા બન્યા હતા જેથી તેઓ આજે મોરબી જિલ્લા પંચાયતના બિનહરિફ વિજેતા પ્રમુખ જાહેર થયા છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદની સીટ આદિવાસી અનામતની સીટ છે અને અનામત સીટ ઉપર ભાજપ તરફથી જે ઉમેદવાર સામાન્ય ચૂંટણીમાં ઉભા રાખવામાં આવ્યા હતા તેનો પરાજય થયો છે અને કોંગ્રેસમાંથી નેકનામ બેઠક ઉપર ચૂંટણી લડતા મહિલા ગીતાબેન દુબારિયાનો વિજય થયો હતો જેથી આજે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ માટે યોજાયેલ ચૂંટણીમાં પણ મેજર અપસેટ જોવા મળ્યો છે જેમાં મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક પૈકી 17 બેઠક ઉપર ભાજપ અને 7 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. તેમ છતાં પણ પ્રમુખ પદ આદિવાસી અનામત હોવાના કારણે કોંગ્રેસમાંથી વિજેતા બનેલા ગીતાબેન દુબરીયા દ્વારા પ્રમુખ માટે ઉમેદવારી કરવામાં આવી હતી અને સામા પક્ષેથી કોઈ ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું ન હતું જેથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ગીતાબેન દુબરીયાને મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ઉપપ્રમુખ પદ ઉપર ભાજપના વિપુલભાઈ કરશનભાઈ ગરચર ચૂંટાઈ આવેલ છે. આ ઉપરાંત ભાજપ દ્વારા પક્ષના નેતા તરીકે સવિતાબેન લાલજીભાઈ રાઠોડ, દંડક તરીકે કાજલબેન ભરતભાઈ વિઠલાપરા અને કારોબારી ચેરમેન તરીકે મનીષભાઈ અનિલભાઈ કાંજીયાના નામ જાહેર કરવામાં આવેલ છે




Latest News