મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત


SHARE











હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત

હળવદના ચરાડવા ગામ પાસે પેટ્રોલ પંપેથી ખેડૂત પોતાના ટ્રેકટરમાં ડીઝલ પૂરાવીને બહાર નીકળી ગયા હતા ત્યારે તેના ટ્રેક્ટરને એસટીની વોલ્વો બસના ચાલકે હડફેટે લીધું હતું જેથી ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ખેડૂતોને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની હળવદ તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરની અંદર ખેતી કામ કરવા માટે ડીઝલ મળતું ન હોવાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવામાં હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે ખેડૂતો સાથે ગઇકાલે કરુણ ઘટના બની છે જેમાં અકસ્માતના લીધે એક ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હળવદના ચરાડવા ગામે રહેતા શૈલેષભાઈ માવજીભાઈ સોનાગ્રા (39) પોતાનું ટ્રેક્ટર લઈને ચરાડવા ગામ પાસે આવેલ રાજલ પેટ્રોલ પંપ ખાતે પોતાના ટ્રેક્ટરની અંદર ડીઝલ પુરાવા માટે ગઇકાલે ગયા હતા અને પોતાના ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવીને પરત પંપની બહાર નીકળીને રસ્તા ઉપર ચડતા હતા ત્યારે એસટીની અમદાવાદ મોરબી રૂટની વોલ્વો બસના ચાલકે તેના ટ્રેક્ટરને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેથી ટ્રેક્ટર ચાલક ખેડૂતને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૂતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે. 






Latest News