મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી ચક્કાજામ ખોલવા પોલીસે કર્યો બળપ્રયોગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો

માળીયા (મી)ના હરીપર ગામના પાટીયા પાસે ઇકો ગાડીનું ટાયર ફાટવાના કારણે ડિવાઈડર કુદીને ઇકો ગાડી ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજયાં હતા જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ઇકો ગાડીના ચાલકની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

દિવના ઘોલા ગામે રહેતા જાગૃતીબેન ઉર્ફે વૈશાલીબેન મનોજભાઈ કાપડિયા (35)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નં. ડીડી 2 જી 8314 ના ચાલક મૃતક ભરતભાઈ વીરાભાઇ બામણીયા રહે. ઘોઘલા દીવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામની ગોળાઈ પાસેથી ભરતભાઈ બામણીયા ની ઈકો ગાડીમાં ફરિયાદી તેઓના પતિ મનોજભાઇ કાપડિયા, દીકરી વેદશ્રી અને દીકરો જીયાન્સુ કાપડિયા અને તેમના નણંદ કંચનબેન વીરાભાઇ બામણીયા પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડીનું ટાયર ફાટવાના કારણે ઇકો ગાડી ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં ફરિયાદીના પતિ મનોજભાઈ, દીકરા જીયાન્શુ, નણંદ કંચનબેન અને ઇકોના ચાલક તેમજ કંચનબેનના દીકરા ભરતભાઈનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને જમણી બાજુ ગોળાના ભાગે તથા ડાબા પગના થાપાના ભાગે ફેકચર જેવી ઈજા થઈ છે અને તેમની દીકરી વેદશ્રીને ડાબા પગના થાપાના ભાગે અને ડાબા પગની છેલ્લી આંગળીમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તે બંને ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લઈને પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત થતાં વાહનમાં નુકશાન

મોરબીના નવી પીપળી ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા હિરેનભાઈ સુખદેવભાઈ મોઢા (40)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર એમએચ 46 એએફ 6091 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકાનસર ગામ પાસે ક્રિષ્ના વિજય કારખાના સામેની કટ ઉપરથી તેઓ પોતાના હવાલા વાળી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 36 ટી 0140 નો યુટર્ન લઇ રહ્યા હતા ત્યારે ધડાકાભેર આરોપીએ તેનું ટ્રક ટ્રેલર ફરિયાદીની બોલેરોમાં અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં વાહનમાં નુકસાન થયું હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News