હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ટ્રિપિંગ-સારા રોડ રસ્તા સહિતના પ્રશ્નોની મોરબી પેપર મિલ એસો. દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત


SHARE





મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ટ્રિપિંગ-સારા રોડ રસ્તા સહિતના પ્રશ્નોની મોરબી પેપર મિલ એસો. દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત

મોરબીની આસપાસમાં નાના મોટા ઘણા ઉદ્યોગ આવેલા છે ત્યારે મોરબી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર દ્વારા ઔદ્યોગિક વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે પેપર મિલ ઉદ્યોગમાં વીજ ટ્રિપિંગ સહિતના પ્રશ્નો અને ખાસ કરીને સારા રોડ રસ્તા માટેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે તથા તેમની ટીમ દ્વારા મોરબીના ઔદ્યોગિક વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા ત્યારે એપોલો પેપર્સ LLP ની મુલાકાત લીધી હતી અને ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી સતીશભાઈ બી.પારેજીયા તેમજ જે.એસ. આદેશરા, જીપીદીબીના રિજનલ ઓફિસર સંજય માલસતર પણ હાજર રહ્યા હતા. એપોલો પેપર્સ LLP ના મેનેજીંગ ડિરેક્ટર તેમજ મોરબી પેપર મિલ્સ એસો.ના વાઇસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડેન્ટ દિનેશ હરિપરા સાથે મોરબી પેપર મિલ્સ એસો.ના મંત્રી જયેશભાઈ પટેલ, કોર કમિટી મેમ્બર નરેન્દ્રભાઈ દ્વારા મહાનુભાવને ઉદ્યોગની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા તથા પેપર ઉદ્યોગની હાલની પરિસ્થિતિની માહિતી આપવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન મોરબી પેપર ઉદ્યોગને અસર કરતા વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને PGVCL ના વારંવાર થતા વીજ ટ્રિપિંગના પ્રશ્નને કારણે પેપર મિલોને થતા ભારે આર્થિક નુકસાન અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. એક વખતના ટ્રિપિંગથી અંદાજે 35,000 થી 40,000 જેટલું નુકસાન થતું હોવાની રજૂઆત કરી છે. તદુપરાંત કોલસાના સતત વધતાં ભાવ, ભારતીય કોલસાની નીચી ગુણવત્તા, આયાતી કોલસાની મજબૂરી, રૂપિયા અવમૂલ્યનના કારણે વધતો ઉત્પાદન ખર્ચ તથા GMDC દ્વારા સંભવિત ભાવ ધારાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

મોરબીમાં ઉદ્યોગ વિસ્તાર માટે સારા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. હાલ આ વિસ્તારમાં 7 પેપર મિલ સહિત આશરે 20 જેટલા ઉદ્યોગો કાર્યરત હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ભવિષ્યમાં નવી GIDC અને નવકાર ICD માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી નિકાસ-આયાત પ્રવૃત્તિઓ ને પણ પ્રોત્સાહન મળશે.

તદુપરાંત આ વિસ્તારમાં અનેક પેપર મિલો તથા અન્ય ઉદ્યોગો કાર્યરત હોવાથી ઔદ્યોગિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘૂંટુ વિસ્તાર ખાતે ફાયર સ્ટેશન ની સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરવામાં આવી હતી. ઉદ્યોગમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિ સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ સુવિધા અત્યંત જરૂરી હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઉદ્યોગને કૅનાલ મારફતે નિયમિત પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે કલેક્ટર દ્વારા જરૂરી કાર્યવાહી કરીને સહકાર આપવાની હકારાત્મક ખાતરી આપી હતી તેવી માહિતી મોરબી પપેર મીલ્સ આસો.ના ઉપપ્રમુખ દિનેશ હરિપરાએ જણાવ્યું છે.




Latest News