હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત


SHARE





મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત

મોરબી મહાપાલિકામાં તાજેતરમાં મેયર સહિતના મુખ્ય પાંચ હોદા ઉપર હોદેદારોની વરણી કરવામાં આવેલ છે અને તેમાં દલવાડી સમાજના એક પણ ચૂંટાયેલા આગેવાનને સ્થાન આપવામાં આવ્યું નથી જેથી કરીને નારાજ થઈને દલવાડી સમાજના મહાપાલિકાના ચૂંટાયેલા 8 કોર્પોરેટરો  મોરબી જિલ્લા ભાજપની મીટીંગમાં ગેરહાજર રહ્યા હતા અને ત્યાર બાદ જીલ્લા પ્રમુખને આવેદનપત્ર આપીને આગામી સમયમાં મહાપાલિકાની એક પણ કમિટીમાં પદ નહીં સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોએ ઇન્કાર કર્યો છે.

મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો ચૂંટાયેલ હતા જેમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરો ચૂંટાયેલા હતા જો કે, તાજેતરમાં મહાપાલિકાના મેયર સહિતના જે મુખ્ય પાંચ હોદા છે તેના ઉપર ભાજપ દ્વારા જેમના નામ જાહેર કરવામાં આવેલ છે તેમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરો ચૂંટાયેલા હતા તે પાલિકના એકપણ આગેવાનનો સમાવેશ કરવામાં આવેલ નથી જેથી કરીને દલવાડી સમાજના કોર્પોરેટરો દ્વારા મોરબી કમલમ ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને રૂબરૂને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જયા સુધી દલવાડી સમાજને યોગ્ય ન્યાય કે પ્રતિનિધિત્વ મળશે નહીં ત્યાં સુધી દલવાડી સમાજના કોર્પોરેટરો દ્વારા એક પણ સમિતિમાં સભ્ય કે ચેરમેન તરીકેનો હોદો સ્વીકારવામાં આવશે નહીં. જોકે સુત્રોના કહેવા મુજબ જિલ્લા પ્રમુખે દલવાડી સમાજના કોર્પોરેટરોની લાગણીને ધ્યાને લીધી ન હતી અને દર વખતે દરેકને બધું મળે તે જરૂરી નથી આવો જવાબ આપી દીધો હતો. જેથી દલવાડી સમાજના કોર્પોરેટરો રોષે ભરાયા હતા. આ રજૂઆત કરવાં આવી હતી ત્યારે વોર્ડ નં 1 ના વિણાબેન માવજીભાઈ કંઝારીયા, વોર્ડ નં 7 ના જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, વોર્ડ નં 10 ના અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા, વોર્ડ નં 11 ના ભારતીબેન યુનીલાલ પરમાર, વોર્ડ નં 13 ના જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા અને રાજેશભાઇ કાનજીભાઈ ડાભી હાજર રહ્યા હતા. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, દલવાડી સમાજના મહાપાલિકાના કોર્પોરેટરો તેઓની રજૂઆત કરવા માટે આવ્યા હતા તે બાબતે હવે પક્ષ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.




Latest News