મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન


SHARE





મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન

સાતમ-આઠમના પાવન પર્વ નિમિત્તે મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મિશન ન્યૂ ઇન્ડિયામોરબી ટીમ દ્વારા સેવાકીય પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને મીઠાઈ તથા ફરસાણની નાનકડી ભેટ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં મયુરભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઈ શુક્લ તથા ધ્રુવભાઈ જારિયા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. મિશન ન્યૂ ઇન્ડિયા ટીમનું માનવું છે કે કોઈ વ્યક્તિને આપવામાં આવતી મદદ કે સન્માનનો પ્રચાર તેની ઓળખ જાહેર કરીને કરવો જરૂરી નથી. આ સેવાકીય પ્રવૃત્તિ અંગેના સમાચાર અને તસવીરો પ્રસિદ્ધ કરવાનો હેતુ કોઈ વ્યક્તિગત પ્રસિદ્ધિ મેળવવાનો નહીં, પરંતુ સમાજના અન્ય લોકો,ને પણ આવી માનવતાભરી પ્રવૃત્તિઓ માટે પ્રેરણા મળે તેવો છે.




Latest News