હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી
મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
SHARE
મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ પ્રેમજીનગર ગામના ગેટ પાસેથી મહિલા અને બાળકી બંને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સાત વર્ષની બાળકીને આઇશરના ચાલકે હડફેટે લેતા બાળકીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે બાળકીનું મોત નિપજ્યું હતું. હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હીરાભાઈ જગાભાઈ ખરગીયા (27)એ ટ્રક આઇસર નં જીજે 11 વીવી 8051 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગર નજીક ફરિયાદીની સાત વર્ષની દીકરી ધ્રુવી તથા સાહેદ જશુબેન બંને પ્રેમજીનગર ગામના ગેટ પાસેથી હાઇવે રોડ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીની દીકરીને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે